અનંતાનંત જીવોને તથા અવતારો અને તેમના ભક્તોને પોતાના સર્વોપરી સ્વરૂપની
પ્રાપ્તિ કરાવી, પોતાની મૂર્તિના સુખભોક્તા કરવા સર્વોપરી, સનાતન ભગવાન
સ્વામિનારાયણ કેવલ કૃપા કરી સંવત 1837 ચૈત્ર સુદ નવમી ના રોજ છપૈયા ગામે
પ્રગટ થયા. અવરભાવ મા ધર્મપિતા અને ભક્તિમાતાને ત્યાં બાળ ઘનશ્યામ સ્વરૂપે
મહાપ્રભુએ સૌને દર્શન આપ્યા.
બાળસખા, સગા-સંબંધી અને માતાપિતાને બાલ્યાવસ્થામા અનેક દિવ્યચરિત્રો બતાવી
ખૂબ સુખ આપ્યુ. કાલિદત જે વા અસુર નો નાશ કર્યો. આઠ વર્ષ ની ઉંમરે
યજ્ઞોપવીત ધારણ કરી, સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. દસ વર્ષની નાની ઉંમરે તો
કાશીમાં મહાન પંડીતોની સભામાં દિગ્વિજય કર્યો. ધર્મપિતા તથા ભક્તિમાતાને
પોતાનુ સ્વરૂપ ઓળખાવી પોતાની મૂર્તિના સુખે સુખીયા કર્યા.
પણ હવે મહાપ્રભુ જે હેતુ માટે પધાર્યા હતા તે જલદી સિધ્ઘ કરવા ઉતાવળા બન્યા
હતા. એટલે પોતે ગૃહત્યાગ કર્યો. વરસતા વરસાદમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં તેમજ ઉનાળાના આકરા તાપમાંય, ટાઢ
તડકો વરસાદ, ભૂખ તેમજ તરસ વેઠી માત્ર કોપીનભેર ઉઘાડે પગે ચાલીને હિમાલયના
ઉત્તુંગ શિખરોમા વિચરણ કર્યુ. પુલહાશ્રમમા પણ છ માસ રોકાઈ આકરુ તપ કર્યુ.
ગોપાલયોગીને અષ્ટાંગ યોગ નીસેવા આપી તેમને દિવ્યગતી આપી અને આગળ જતાં નવ
લાખ યોગીઓને નવ લાખ રૂપે દર્શન આપી, તેમને આકરા તપનુ ફળ આપી તેમનુ કલ્યાણ
કર્યુ. આમ પામર,પતીત,અધમ તથા પશુ-પક્ષી આ સૌના કલ્યાણ કરતા નીલકંઠ વર્ણી ના
નામે ઓળખાયા .આ વર્ણી ઉત્તર પૂર્વ અને દક્ષિણમા તીર્થાટન કરતાં કરતાં
કાઠિયાવાડ ની સોરઠની ભૂમિ પર લોજ ગામે પધાર્યા . ત્યાં સદગુરૂ મુકતાનંદ
સ્વામી ભેગા રહ્યા. દસ મહિના પછી રામાનંદ સ્વામીનો મેળાપ પીપલાણા ગામે થયો.
ત્યાં એમને ગુરુ કર્યા ને સંવત 1857 ની પ્રબોધિની એકાદશીએ (28/10/1800)
મહાદીક્ષા ગ્રહણ કરી ગુરુ રામાનંદ સ્વામી થકી સહજાનંદ સ્વામી તથા નારાયણ
મુની નામ ધારણ કર્યા। ગુરૂ રામાનંદ સ્વામી તો હવે જે સમયની રાહ જોતા હતા
તે નજીક આવી રહ્યો હતો।.પોતે હંમેશા પોતાના શિષ્યવર્ગને કહેતા કે, "અમે તો
માત્ર ડુગડુગી વગાડનારા છીએ,ખરા ખેલ ભજવનારા તો હવે આવશે. " આ ખરા ખેલ
ભજવનારા એટલે સત્સંગ ના ધણી સહજાનંદ સ્વામી આવી ગયા હતા। તેથી રામાનંદ
સ્વામીએ પોતાના ત્યાગી-ગૃહી શિષ્યવર્ગને એકત્રિત કરી, જેતપુરમા ઉત્રડખાચરના
દરબારમાં ખુબ ધામ-ધૂમ સંવત 1858ના કારતક સુદ એકાદશીએ મહાપ્રભુને પોતાની
ધર્મધુરા સોંપી પટ્ટાભિષેક કર્યો ને પોતાના હસ્તે આ સહજાનંદ સ્વામીને
વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી અને સૌ સંતો ભક્તોને ઉદ્દેશીને વાત કરીજે ::
"હે વહાલા સંતો અને દેશદેશથી આવેલા હે ભક્તજનો! સહુ ચીત્ત દઇને સાભળજો.આ
સહજાનંદ સ્વામી બહુ સમર્થ, સર્વોપરી ભગવાન છે. પોતે સર્વ અવતારના અવતારી
છે. ક્ષય અક્ષર થી પર અને તેથી ન્યારા છે. અનંત ઈચ્વરકોટિ, બ્રહ્મકોટિ અને
અક્ષરકોટિને પોતાની અન્વયશક્તિએ કરીને ધરી રહ્યા છે. અને સૌના તેમજ
વ્યતિરેકપણે સર્વે મૂક્તોના કારણ, દાતા, નિયંતા અને સ્વામી છે. મારા જેવા
અનંત સેવકો તેમની અહોનિશ સેવા-પ્રાર્થના કરે છે। માટે અ
એમનો મહીમા જેટલો સમજાય એટલો સમજી લેજો. એમની આજ્ઞામા વર્તજો। જેમ કહે તેમ
રાજી કરવાના પ્રયત્નો કરજો અને ભલા થઇને તેમને વિશે કયારેય માયાનો કે
મનુષ્યપણાનો કોઈ ભાવ પરઠશો મ."
હવે,ગુરુ રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામીના કાર્યને આગળ ધપાવવા માગતા હતા
તેથી થોડા દિવસોમાં જ ફણેણી મૂકામે પોતાનુ અવતરણ-કાર્ય પુર્ણ કરી દેખાતો
અવરભાવ અર્દશ્ય કર્યો.